ગુજરાત મર્કન્ટાઇલ સહકારી બેંકમાં આપનું સ્વાગત છે

ફોન : 079-25397610, 25399754

સામાજિક, ધાર્મિક પ્રસંગ, તબીબી સારવાર, મિલકતના નાના સમારકામ ખર્ચ વગેરે માટે રૂ. ૫0,000/- સુધી વ્યક્તિગત લોન ઉપલબ્ધ છે.

અરજદારની વિગતો

  • અરજદારની છેલ્લા બે વર્ષની આવકવેરા રીટર્ન/છેલ્લા 3 મહિનાની પેસ્લીપ/સંયુક્ત પરિવાર માટે નોટરાઈઝડ આવક પ્રમાણપત્ર.
  • જો અરજદાર મિલકતની માલિકી ધરાવતો હોય તો, સોસાયટીના ચેરમેન/સચિવ પાસેથી છેલ્લું ટેક્ષ બિલ/પ્રમાણપત્ર.
  • અરજદારના ૩ ફોટોગ્રાફ્સ
  • સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – માટે KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
  • બેંક સ્ટેટમેન્ટ છેલ્લાં ૩ વર્ષનું
  • અરજદારે બધા મૂળ દસ્તાવેજો ઝેરોક્ષ નકલ સાથે ચકાસણી માટે બેંકને બતાવવા. મૂળ દસ્તાવેજો ચકાસણી પછી અરજદારને પરત કરવામાં આવશે.
  • અરજદારનું બેંક સાથે સેવિંગ્સ બેંક એકાઉન્ટજોઈએ.

બાંયધરી આપનારની વિગતો

  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી ૩ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
  • બે બાંયધરી લેનાર જરૂરી છે.

શરતો

  • લોન રકમ 36 માસિક હપતાની અંદર વ્યાજ સાથે પાછી ચૂકવવી.
  • અરજદારે ૫% ની મર્યાદામાં બેંકના શેર લેવા પડે .
  • 0.૫% પ્રોસેસિંગ ચાર્જ લાદવાની મંજૂરી છે.
  • અરજદારે હપતાથી ચુકવણી માટે બેંકને ૩0 ચેક અને સૂચના મુજબ બાકીનાં ચેક પુરા પાડવાનાં છે.

Top