ગુજરાત મર્કન્ટાઇલ સહકારી બેંકમાં આપનું સ્વાગત છે

ફોન : 079-25397610, 25399754

હાયર પર્ચેસ ઓટો લોન બે વ્હીલર્સ, ત્રણ વ્હીલર્સ, ચાર વ્હીલર્સ, કોમર્શિયલ વાહનો અને સારી સ્થિતિની બે વર્ષ જૂની કારની ખરીદી માટે ઉપલબ્ધ છે.

અરજદારની વિગતો

  • અરજદારની છેલ્લા ૩ વર્ષની આવકવેરા રીટર્ન/છેલ્લા 3 મહિનાની પેસ્લીપ/સંયુક્ત પરિવાર માટે નોટરાઈઝડ આવક પ્રમાણપત્ર.
  • જો અરજદાર મિલકતની માલિકી ધરાવતો હોય તો, સોસાયટીના ચેરમેન/સચિવ પાસેથી છેલ્લું ટેક્ષ બિલ/પ્રમાણપત્ર.
  • અરજદારના ૩ ફોટોગ્રાફ્સ
  • સરનામાંનો પુરાવો – KYC ધોરણો મુજબ ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – માટે KYC ધોરણો મુજબ પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)
  • બેંક સ્ટેટમેન્ટ છેલ્લાં ૨ વર્ષનું
  • વાહનનું અવતરણ
  • અરજદારે બધા મૂળ દસ્તાવેજો ઝેરોક્ષ નકલ સાથે ચકાસણી માટે બેંકને બતાવવા. મૂળ દસ્તાવેજો ચકાસણી પછી અરજદારને પરત કરવામાં આવશે.

બાંયધરી આપનારની વિગતો

  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી ૩ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

શરતો

  • બેંક અવતરણના ૮૦% માટે લોન આપશે.
  • બે બાંયધરી લેનાર જરૂરી છે.
  • જૂની કાર માટે, અરજદારે મૂલ્યાંકન અહેવાલ રજૂ કરવા જ પડે. બેંક મૂલ્યાંકન અહેવાલના 60% માટે લોન આપશે.
  • બાંયધરી આપનાર એક(વ્યક્તિ) રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન માટે જરૂરી છે. રૂ. ૫૦,૦૦૦થી ઉપરની લોન માટે બાંયધરી આપનાર બે(વ્યક્તિ) જરૂરી છે.
  • અરજદારે બેંકની તરફેણમાં વાહનની સંપૂર્ણ કિંમતનો વીમો લેવો જ પડે છે.
  • બે વ્હીલર્સ અને ત્રણ વ્હીલર્સની લોન ૩૬ સમાન માસિક હપતાથી વ્યાજ સાથે ચૂકવવી.
  • ચાર વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનો માટેની લોન 60 સમાન માસિક હપતાથી વ્યાજ સાથે ચૂકવવી.
  • અરજદારે બેંકને માર્જીન રકમ ચૂકવવી પડે છે. બેંક વેપારીના નામે સંપૂર્ણ રકમનો બેંકર ચેક ​​અદા કરશે.
  • અરજદારે આરટીઓ સાથે રેકોર્ડ બેંકના પૂર્વાધિકાર દર્શાવતું બીલ, રસીદ, વીમા નીતિ, આરટીઓ બૂકની ઝેરોક્ષ નકલ રજૂ કરવી પડે છે.
  • અરજદારે ૨.૫૦% ની મર્યાદામાં શેર લેવા પડે.
  • અરજદારે હપતાથી ચુકવણી માટે બેંકને ૩૦ ચેક અને સૂચના મુજબ બાકીનાં ચેક પુરા પાડવાનાં છે.
  • no any processing charges

Top